#GREATINDIANPLEDGE
ભારત દેશના નાગરિક હોવાના કારણે મને ગર્વ છે. હું ભ્રષ્ટાચારી નથી, પણ મારી આંખો સામે થતાં ભ્રષ્ટાચારને લાચાર બની જોઉ છું, જાણે અજાણે ક્યાંક હાથમાં રહેલું કાગળ રસ્તા ઉપર ફેંકી દઉં છું, અને કોઈ કચરો ફેંકે તો રોકી શકતો નથી. કારણ પણ એજ છે કે કચરો નાખવાની પૂરતી વ્યવસ્થા હજુ નથી બની, ભ્રષ્ટાચાર રોકવા માટે હેલ્પલાઇન શરૂ થઈ ગઈ, પણ ચાર રસ્તા ઉપર પોલીસ પકડે કે કોઈ સરકારી કામ માટે જઈએ ત્યાં નોટ જ હેલ્પલાઇન બની જાય છે. કેટકેટલું આંખો સામે જોઉં છું, કેવી પ્રતિજ્ઞા કરું ? પણ હા એક પ્રતિજ્ઞા ચોક્કસ કરીશ. 'હું સદાય મારા દેશ માટે વફાદાર રહીશ.'