વર્ષો વીતી ગયા તને જોયા ને
તોય ઓળખી ગઈ આંખો મારી તને....
એક નજર જ તો મળી હતી
અને સફર શરૂ થઈ હતી.....
એ નજર ના ખેલ જાણી ના શક્યા અમે
અને મુકી દીધું શરત મા દીલ અમે...
પરીણામ ની ચિંતા ના હતી
કારણ કે સામે હતા તમે...
ભલે પરીણામ તરફેણ મા આવ્યું નહી
પરંતુ ખુશી તમારી જીત ની હતી
બસ અફસોસ નથી પાગલ ને કાંઈ
બસ ગમ છે એક વાત નો....!!!
આજે મળ્યા ઘણા વર્ષે અને
ઓળખવાની દરકાર ના લીધી તમે...