Gujarati Quote in Shayri by Tanvi Tandel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 શુભ્ર તમ પુષ્પોથી ઘેરાયેલ મારા હે પ્રભુ
મને તવ કૃપા માં રાખજે રે! 
ગાઢ અંધકારમાં તું જ તેજ સ્વરૂપ
તવ નામ લહેરાતું મુજ સમીપ
નિરાશામાં છુપાયેલ સઘળા આશકિરણ તું
મને તવ કૃપા માં રાખજે રે!
દુન્યવી મોહ માયા થી પર રહેવાનું શીખવ મને
પ્રેમ, પુણ્ય ભાવ પ્રગટાવી દિલમાં તું 
સ્વાર્થની બાદબાકી ગણાવ તું
અનંત આ અસંતોષ મારો... છતાં
સઘળા સુખ દુઃખમાં, 
હરદમ તુજ નામ રમે મારા મુખે
મને તવ કૃપા માં રાખજે રે! 
શુભ ભાવ વહે મારા વાણી વર્તનમાં 
મુજ થકી તારો મહિમા થાય
એટલી કામગીરી કરાવ તું
મને તવ કૃપા માં રાખજે રે! 
આપ્યું તે ઘણું તોયે લાખ વિનવણી
માંગણીઓ છોડી - આભાર હુ માનું
મને તવ કૃપા માં રાખજે રે!.. 
      - તન્વી કે ટંડેલ.

Gujarati Shayri by Tanvi Tandel : 111026525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now