“હું” કોણ? “તું” કોણ?
ફતવા ફેંકતો “મૌલવી” કોણ?
ઢોંગ ફેલાવતો “સાધુ” કોણ?
સમાજ ને તોડતો “શાતિર” કોણ?
ધર્મ ના નામે મારતો “કાતિલ” કોણ?
પાર્થ નો “સારથી” કોણ?
કૌરવો નો “મહારથી” કોણ?
દેશ વેચતો “દલાલ” કોણ?
હસતા મોઢે કુરબાન થતો માં ભોમ નો “લાલ” કોણ?
સત્ય ના “શસ્ત્ર” થી લડ્યો તે “ગાંધી” કોણ?
જાતિવાદ ના જાળા રચતી “વ્યાધી” કોણ?
સમય આવ્યો છે હવે ઓળખવા નો,
“હું” અને “તું” કોણ?
-હિમાંશુ પટેલ