સો ગાળ તો પુરી થઇ ગઈ શિશુપાલ ની,
હવે બની રહ્યો છે તોખાર,
હે કૃષ્ણ ક્યારે આવશો?..
દ્રૌપદી ફરી કરી રહી છે ગુહાર,
અર્જુન ભુલ્યો છે ગીતાસાર,
હે કૃષ્ણ ક્યારે આવશો?..
કૌરવ સેના કરી રહી છે લલકાર,
થઈ રહ્યા છે ભારતવર્ષ ના માથા પર વાર,
હે કૃષ્ણ ક્યારે આવશો?..
ધર્મરાજ પણ બની રહ્યો છે લાચાર,
ધર્મ થયો છે નિરાધાર,
કૃષ્ણ તમે ક્યારે આવશો?..
®હિમાંશુ