મારુ સ્વપ્નું
આછું આછું ધૂંધળું ધૂંધળું ગમતીલું એક ખ્વાબ રે,
મનમોજિલું, મનભાવન, છાનુંછપનું એક ખ્વાબ રે.
જરાય જંપતું નથી કેટલાય દિવસોથી,
હ્રદયના બંધ દ્વારે દસ્તક આપી ઉભૂ રે.
હોઠ પર હાસ્ય પ્રસરે અનાયાસ એના ગણગણાટે
નીંદરમાં ઓઢાડી ચાદર એના અસ્તિત્વને ટકાવવા કાજ
નૃત્ય કરી થનગનતું અંગેઅંગ મારુ એના સ્મરણે.
આછું આછું ધૂંધળું ધૂંધળું ગમતીલું એક ખ્વાબ રે.
મારા ઉચ્છવાસમાં હરદમ શ્વસું એ ખ્વાબ ને,
આત્મામાં ઉછેર્યું એને એક નવા ઉમંગે રે.
લાગણીઓના રંગબેરંગી મણકા પરોવ્યા એમાં
સ્વગત આનંદનું સર્જન એની પૂર્તિ સંગે રે.
ખુશીઓ એમાં સમાવી શકું એટલું એનું વિશાળ રૂપ રે.
બંધ પાંપણો માં ઘર માંડીને બેઠું એ બારીએ,
સૂર્યના અજવાળાની પ્રતીક્ષામાં સંતાકૂકડી રમતું રે.........
આછું આછું ધૂંધળું ધૂંધળું ........
ગમતીલું એક ખ્વાબ રે.....
- તન્વી કે. ટંડેલ.