*વિષય:- પડછાયો*
*પડછાયો બનીને*
જિંદગી ચાલે છે એમની જ રીતે
સમય પણ ચાલે છે એમની રીતે
પણ તમે સાથે રહેજો પડછાયો બનીને
અંધારામાં જો પડે આ મારા પગ
સત્યની રાહ પર રોશની કરી આપજો
ખોવાઈ જાવ બીજાના ભરોસામાં
માર્ગદર્શન કરજો મારું પડછાયો બનીને
સમયની નીતિ કરી આપજો
સારો સમય તમે લાવી આપજો
સત્યમા તો સાથ નો 'પડછાયો'
ખોટામાં તો સઝા નો 'પડછાયો'
પણ હમેશા સાથે રહેજો પડછાયો બનીને
સત્યમાં તો એકલો થઈ ગયો
કોની સાથે કરું હરિફાઈ
તમે આવજો હરાવા પડછાયો બનીને
જ્યારે બેઠો હોવ હારવાની ટોચ પર
બસ ત્યારે તમે આવજો પડછાયો બનીને
સાથે રહેજો પડછાયો બનીને
સાથે રહેજો પડછાયો બનીને
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::