હું શું છું ?
હું કઈ નથી?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
હું શું છું હું કઈ નથી
હું કંઇક તો ત્યારે થાવ છું જ્યારે મારા પોતાના મારી સાથે હોય
હું કંઇક તો ત્યારે થાવ છું જ્યારે અનજાન મારી પર વિશ્વાસ મૂકી શકે
હું કંઇક ત્યારે થાવ છું જ્યારે કોઈ પ્રેમની ભાષાનો ઉપયોગ કરે
નહિતર હું તો પેલા પણ કંઈ ન હતો અત્યારે પણ શું છું ?
તમે બહુ પહેલા હતા જે ત્યારે કોઈ વિશ્વાસ નતું કરતું
કારણ કે ત્યારે તમે કડવું બોલતા દિલ છેદી જાય એવું બોલતા
સત્ય બોલતા છતાં વિશ્વાસ ના કરતા
અત્યારે કોણ એવું છે જે પોતાનાને નીચે રાખે છે?
અત્યારે કોણ એવું છે જે સત્યને સ્વીકાર કરી લે છે?
નહિ કોઈ છે જ નહિ કારણ કે કોઈ ને નથી ગમતું કે બીજાની નજર માં નીચા પડી જાય..!
એક કલ્પના
જ્યારે એક પથ્થરને દૂર ફેકો છો એ પાછો કેમ નથી આવતો
કારણ કે આપડે તેના માલિક છીએ એ પાછો નહીં આવે બોલાવશું તો પણ કેમ કે એના માં જીવ નથી..!
સમજવાનો તાત્પર્ય:-
માન્યું કે તમે અંજાન સામે સત્ય ના બોલો પણ જે પોતાના બનાવ્યા છે જે પોતાના સમજે છે તેને તો સત્ય કહો
તેના સામે તો કબૂલ કરો કે તમે ખોટા છો
ભગવાને બે વસ્તુ આપી છે
સત્ય સ્વીકારો અથવા માફ કરી દો
ક્યાં સુધી ખોટું બોલવાનું
શું મળશે ?
માત્ર બીજા નું દિલ તૂટશે એ પણ તમારા પોતાના નું જ
જવાનું છે ખાલી બે હાથે
તો એ બે હાથ જોડી ભૂલ સ્વીકારી લો
બે હાથ ઊંચા કરી માફ કરી દો
સજા નું સમય પર છોડી દો
હસતા રહો યાર....
હું શું છું હું કઈ નથી..
*લેખક ધવલ રાવલ*
trust on God