એક વ્યક્તિ  પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડા હતાં.
પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા બે જ હતાં અને ગધેડા ત્રણ !
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.
એ માણસે કહ્યું કે, 'તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર, નાટક કર..

તેણે એમ જ કર્યું !

નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાયને ઉભો હોય એમ નો એમ ઉભો હતો !!!
.
  એ વ્યક્તિએ બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

એ વ્યક્તિએ ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..

પેલા ડાહ્યા માણસે કહ્યું કે, 'શું તે એ ત્રીજા ગધેડાને છોડ્યો ?'

એ વ્યક્તિ કહે કે, *'મેં તેને બાંધ્યો જ નહોતો !!'*

ડાહ્યા માણસે કહ્યું કે, 'એ તું જાણે છે કે ગધેડો બંધાયેલ નથી પણ, ગધેડો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર..'

એ વ્યક્તિ એ તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો..!!!



એ ત્રીજા ગધેડાને રોકનાર, અટકાવનાર શું હતું ?

- શું એની પાસે તક નહોતી ?
- શું એની પાસે (ચાલવા માટે) માર્ગ નહોતો ?
- શું તેની સામે (મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું) ઉદાહરણ નહોતું ?
- શક્તિ નહોતી ?
- સપોર્ટ નહોતો ? (એનો માલિક એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!)
.
.
બધું જ હતું..

તો પછી,
એને ચાલવાથી શું/કોણ રોકતું હતું ?

મિત્રો,
*આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે..*

*આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..*

- મને સંકોચ થાય છે..
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..

આ બધાં *આપણને ફોગટના બાંધી રાખતાં દોરડાઓ છે..*

*આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..*

જેને ઉડવું છે - એને *આકાશ* મળી રહે છે..

જેને ગાવું છે - એને *ગીત* મળી રહે છે..

જેને ચાલવું છે - એને *દિશા* મળી જ રહે છે....

Gujarati Story by Ketan : 111026012
Ketan 8 year ago

હાહાહા.....રવીના જી...આતો હમણાં કાઈ નવું મળ્યું નય એટલે...હાહાહા

Ravina 8 year ago

વાહ કેતનભાઈ... આને સાચું સંશોધન કહેવાય..વાહ દોસ્ત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now