#FRIENDSHIPSTORY
“હવે વધારે મોડું કરવું હિતાવહ નથી.આજે જ કાઉન્ટર પર જમા કરાવવું પડશે.”ડોકટરે રમીલાબેન ના હાથ માં દોઢ લાખ નું બિલ આપતા કહ્યું.
રમીલાબેન ધ્રુવ ના પલંગ પાસે આવી ને શૂન્યમયસ્ક થઈ ને બેસી રહ્યા.એમના બિલ પકડેલ ધ્રુજતા હાથે ICU નું વાતાવરણ વધુ ગંભીર બનાવ્યું.
“માસી,ચિંતા કરવાની જરૂર નથી.હાલ જ એક NGO માં મળી ને આવ્યો.બિલ ની મોટા ભાગ ની રકમ એ ચૂકવવા તૈયાર છે.”કિશન ICU ની શાંતિ ચીરતો અંદર પ્રવેશ્યો.
“ભગવાન નો પાડ દીકરા,બાકી આટલી મોટી રકમ આખી જિન્દગી મજૂરી કરી ને પણ ના ચૂકવી શકત.”
...અને કિશન ના ખિસ્સામાં રહેલ એની બહેન ના લગ્ન માટે કરાવેલ એફ.ડી નો કાગળ કિશન અને ધ્રુવ ની દોસ્તી નો એકમાત્ર શાક્ષી હતો.
-હિતેન્દ્રસિંહ પરમાર