મન થી મળતું હોય એ અમુક વાર પ્રીત ના હોય
અને દિલ થી જામનાર સાથે જલદી વાત ના હોય
જીવન માં આવનાર દરેક ખોટા ના હોય
અને ખોટા હંમેશા બની ને રહેતા ના હોય
દરેક પર વિશ્વાસ થતો નથી
અને જેને દરેક પર થાય એ લાંબો સમય ટકતો નથી
નથી એવું કે હસનાર વ્યક્તિ ની અંદર હોય દુઃખ
દુઃખી વ્યક્તિ પણ રમી ને ચાલ્યો જાય રમત
સહેલી પહેલી ક્યારેય પરિક્ષા નથી બનતી
અને પરિક્ષા ક્યારેય સહેલી નથી હોતી
એક વિચાર માં ઉંમર ચાલી જાય છે
તો અમુક વિચાર માં ઉંમર બદલી પણ જાય છે
ભક્તિ માં કોઈ ને રસ નથી
અને ભગવાન ને જોવા ના સપના જોવા છે
પ્રેમ કોઈ ને છેલે સુધી નિભાવો નથી
અને સાથ છેલે સુધી બધાને જોઈએ છે
પારકા ને વિશ્વાસ દેવડાવાય છે
અને પરિવાર ને માન પણ નથી અપાતું
જાય છે બહાર સબંધને સારા રાખવા
અને પરિવારને કઈ નથી સમજતા
મન થી મળતું હોય એ અમુક વાર પ્રીત ના હોય
અને દિલ થી જામનાર સાથે જલદી થી વાત ના હોય