#FRIENDSHIPSTORY
તેજ અને જીત કોલેજ પતાવ્યા પછી તળાવની પાળે ગપ્પા મારતા હતા.
જીત: પેલો તારો જુનો લવ પ્રિયા શું કરે છે?
તેજ: વોટ્સએપ પર વાત ચાલુછે.
"એ તો તું સ્કૂલ ટાઇમથી કરે છે,આગળ શું?"
"ના યાર ડેરિંગ નથી થતું"
"વોટ્સએપનું નવુ ફીચર જોયું?"(જીતે વાત ફેરવતા પૂછ્યું)
"ના"
(જીતે મોબાઇલ તેજ પાસેથી આંચકી લઇ અને પ્રિયા ના ઇનબોક્સ મા "આઇ લવ યુ" લખી પાછો આપ્યો)
તેજ: "શું છે આ બધું! આબરૂ ની પત્તર ફાડી નાખી, છોકરી સાથે વાત કરવાની કંઈ મેનર છે? આજ પછી મોબાઈલ ને હાથ અડાડતો નહીં કે મને બોલાવતો નહીં. ગુડ બાય.
(બે વર્ષ પછી)
પ્રિયા: થેન્ક્યુ જીત! મારો પ્રેમ મને આપવા માટે.