#2 – દુર્લભ રત્ન કયું...?
“દુનિયામાં આપડું અસ્તિત્વ સૌથી દુર્લભ છે અને કિંમત મોંઘેરી, સમજ્યા...!” ડાયમંડે પોતાના વખાણ વેર્યા.
એક નમ્ર જવાબ સંભળાયો, “ખોટા ભ્રમમાં ન રહો, ડાયમંડભાઈ... હું એક દુર્લભ રત્નને ઓળખું છું. એનું મૂલ્ય તો કિંમતમાં આંકવું અશક્ય છે!”
“ભસ એનું નામ...!!”
“ફ્રેન્ડ…! એ સુખમાં અને દુ:ખમાં એકસરખો સાથ આપે છે. બકવાસ જોક્સ પર પણ હસે છે, સાર વિનાની વાતોમાં પણ તાલી આપી તાલ પુરાવે છે, બધા સિક્રેટ્સ પણ જાણે છે, છતાંયે ક્યારેય જજમેન્ટલ બનતો નથી, ચહેરાની ઉદાસીનતા પાછળનું કારણ પકડી પાડી, સ્મિત લાવવા ગમ્મતનો ગુલાલ ઉડાડે છે—ફ્રેન્ડશીપ એ ખરું દુર્લભ રત્ન છે, ડાયમંડભાઈ...”
જવાબ સાંભળતા જ ડાયમંડની ગરદન ઝૂકી ગઈ...
#FriendshipStory