#1 - કાર્ટૂન!
“અબે-યાર, જોતો ખરા...! મારો ફોટો મેં કેવો કાર્ટૂન જેવો બનાયો છે! જોરદાર છેને!” રમેશે ખુશ થઈને કહ્યું.
સુરેશે બંને ભ્રમરો ઊંચકીને બનાવટી આશ્ચર્યભાવથી પૂછ્યું, “અરે વાહ...! કઈ રીતે બનાવ્યો?”
“99 રૂપિયાની એપ્લિકેશન પરચેઝ કરીને બનાવ્યો...!” કોલર ટટ્ટાર કર્યા.
“ખોટા રૂપિયા બગાડ્યા તેં...!” મોઢું બગાડીને સુરેશે કહ્યું.
“અબે-પણ કેમ?” નિરાશ મુખભાવ સાથે રમેશે પૂછ્યું.
“યાર, તારું તો થોબડું જ પહેલેથી કાર્ટૂન જેવુ છે...!!” કહેતા જ આજુબાજુ બેઠેલા બધા જ મિત્રોના મોમાંથી અચાનક હાસ્યનો ફૂવારો છૂટી ગયો.
ફ્રેન્ડસ ઓલવેઝ બી ફ્રેન્ડસ...
#FriendshipStory