બાર વર્ષનો ભૂરો આજે ખૂબ જ ખુશ હતો… એણે બંને હાથે કાંડેથી કોણી સુધી ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યાં હતા…. ભૂરાને ખુશ જોઈ એના બાપાનો હરખ સમાતો નહોતો… હકીકતમાં ફ્રેન્ડશીપ ડેને આજે ત્રણ દિવસ વીતી ચૂક્યા હતા… ફ્રેન્ડશીપ ડે એ પોતાનાં જેવડાં બાળકોને કાંડે બેલ્ટ પહેરેલા જોઈ દુઃખી થતા ભૂરાએ આજે કચરાના ઢગલાઓમાંથી વીણી વીણીને અઢળક ફ્રેન્ડશીપ બેલ્ટ ભેગા કર્યા હતા… આજે ભૂરાના કાંડે અજાણ્યા દોસ્તોના બેલ્ટ શોભી રહ્યા હતા તો એ બેલ્ટ કચરાપેટીને અર્પણ કરનારા અજાણ્યા દોસ્તો નેક્સટ વીક એન્ડના પ્લાનિંગમાં વ્યસ્ત હતા… ભૂરાએ એક બેલ્ટ એના બાપાના કાંડે પણ બાંધ્યો.. કદાચ ધરતી પર ઊજવાયેલો આ સૌથી અનોખો ફ્રેન્ડશીપ ડે હતો…
#FRIENDSHIPSTORY