Gujarati Quote in Story by Ashq Reshammiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિર્ણય...

'કરશન! આખરી વાર પૂછું છુ કે તારે શુ કરવું છે?'પત્ની વર્ષાએ પૂછ્યું. એની આંખોમા આંખ પરોવીને કરશન બોલ્યો,


'અત્યાર લગી તને જે કહેતો આવ્યો છુ એ જ કે જે સ્વિકારવા તુ તૈયાર નથી.'


'તો શુ માવતરને ખાતર તુ મને તરછોડી દઈશ?' એ વિચારોના ટલ્લે ચડયો. ઘરડા બાપથી પૂછાઈ ગયુ-


'યાદ કરવાનુ ભૂલીને શુ વિચારે ચડી ગયો દીકરા?' પિતાજીના શબ્દો સાંભળી એ બોલ્યો:


'હા, માવતરને ખાતર એકવાર નહી પણ અસંખ્યવાર તરછોડી દઈશ!' પછી ઘરડા માવતર તરફ નજર ફેરવી આગળ બોલ્યો,' જે મારા માવતરને સ્વિકારવા તૈયાર નથી એના સ્વીકારનો ભાર હું શું કામ વૈંઢારુ??'


'મને તરછોડીને દુ:ખી થઈશ કરશન!!' દુ:ખ જો ભાગ્યમાં હશે તો ભોગવી લઈશ.કિન્તુ સાંભળ-


'જે સુખ માવતરના ચરણોનુ સેવન કરવામાં છે, એ સુખને દર્દભરી ચોટ પહોંચાડવાની આ જગતના કોઈ જખમની હેસિયત નથી.જો તારા જખ્મો મને પીડી શકે!'


'કરશન, હુ જાઉ છુ હંમેશને માટે!!'


આંખોમાં હિલ્લોળાતા અશ્કના દરિયાને ખાળતા કરશન માત્ર એટલું જ બોલી શક્યો:'જા જ્યા જાય ત્યાં સુખી થજે.'

-અશ્ક રેશમિયા

Gujarati Story by Ashq Reshammiya : 111024629
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now