The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તસ્વીર માં સાથે રહેવા થી એક પળ માટે યાદગાર બની જાય છે , પરંતુ તકલીફ માં સાથે રહેવા થી આખી જિંદગી માટે યાદગાર બની જાય છે ..
મધર ડે કે ફાધર ડે ની તો ખબર નય કયારે આવે સાહેબ , પણ તે દિવસ ની એક સ્ટોરી રાખવા માં તો શું અભિમાન , મારી આખી જિંદગી પણ ટૂંકી પડે એના ઋણ ઉતારવા માટે ... 🙌
પરિવાર એક એવો સંબંધ છે , જેની સાથે ના ફોટા ઓ તો ઓછા હોય છે , પણ યાદો સૌથી વધુ રળિયામણી લાગે છે . એમાં દેખાડો ઓછો હોય છે , પણ દિલાસો દેવા માં કોઈ ને કહેવું ન પડે . જેમાં એક બીજા ને કીધા વગર , જરૂરિયાતો પૂરી થઈ જાય . એ પરિવાર જેમાં રિસામણા હોય છે , પણ એને મનાવવા માં અભિમાન ના હોય . સભ્યો ની લાગણીઓ માં એવું પૂર હોય છે , જે તમને તરતા આવડતું હોવા છતાં ડૂબવા નું મન કરાવે છે . . જેમાં રોક ટોક તો હોય છે પણ , સંભાળ એટલી રાખે કે , એ રોક ટોક પણ પ્રેમ થી ઓછી ના હોય , એના માટે જેટલું , લખું એટલા શબ્દો ઓછા પડે , વધુ ને વધુ આ હૈયાં માં સમાયેલો પ્રેમ બહાર ઉમટી આવે છે ... લિ. વૈષ્ણવી , ,
मुझे बिजली के तेज उजाले ज्यादा , मोमबत्ती की शांत रोशनी पसंद है , जैसे रिश्तों में दिखावे से ज्यादा , रिश्तों में बिना कहे निभाना अच्छा लगता है ।।
एक सपना ऐसा है कि , किसी शाम आंगन में ऐसे दिए जले हो , मानो आसमान के सारे सितारे जमीन पे बिछे हो ।। ✨
कुछ एहसास और कुछ रिश्ते अधूरे ही अच्छे लगते हे , उनका पूरा ना होना ही उसकी खूबसूरती है ।।
હે પ્રભુ , , હે પ્રભુ , , તમે એટલા મહાન છો કે , ગ્રંથો ના ગ્રંથો પણ ઓછા પડે , કવિ ની કવિતા પણ કડી ભૂલી જાય તમને જોય ને , ઋષિ મુનિઓ ના લેખો પણ લખતા રહી ગયા , ગાયકો ની વાણી પણ તમારા ગુણ ગાન ગાતી સ્વર ભૂલી જાય , તો હું તો એક તુચ્છ જીવ તમને શું અર્પણ કરૂં, મારું તો સર્વસ્વ તું જ ને સમર્પિત છે , હું શું તમારા વિશે લખી શકું , તમે એવું સમજો કે એક નાદાન બાળક તમારી પાસે બસ એક એવી ઈચ્છા મૂકે છે કે હે પ્રુભુ , તમે મને મળી જાવ અને તમારો વહાલ ભર્યો હાથ મારી માથે ફેરવો અને મારા આંસુ લૂછી અને પ્રેમ થી બાથ ભરી તમારી અંદર સમાવી લો .... 🙏
સબંધ હંમેશા સ્ટીલ જેવો રાખવો નીચે પડી જાય તો ગોબો પડે , પરંતુ કયારેય સાથ ન છોડે , બાકી કાચ જેવો રાખશો તો દેખાશે સરસ અને મોંઘો , કાચ ને નીચે પડતા પોતે તો તૂટશે , પણ બીજા ને પણ દુઃખ આપશે ...
હું એની છું એ દિલાસો તો એ રોજ આપે છે , પણ એ પોતાના માટે કે , મારા માટે એ સમજવું મારી સમજ ની બહાર છે ...
શ્યામ વિના વૃંદાવન સુનું , ખળખળતા નીર વિના નદી સુની , કોયલ ના ટહુકા વિના વનરાઈ સુની , મોર ના ટહુકા વગર મેઘ ગર્જના સુની , કૃષ્ણ તારા વગર તો રાધા ને હૃદય ના ધબકારે લેવાતું તારું નામ સુનું...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser