Quotes by Tejal Gor in Bitesapp read free

Tejal Gor

Tejal Gor

@tejalgor002700


લાગણીઓ આપણા જીવનને રોમાંચક બનાવે છે.કલ્પના તો કરો જો પ્રેમ, દયા, મમતા, ડર, ગુસ્સો, અપેક્ષા, માનવતા, જિજ્ઞાસા, વગેરે જેવી કોઈ લાગણી નું આપણા માં અસ્તિત્વ જ ના હોત તો આ જીવન કેવું હોત?
જીવન આ લાગણીઓ ની સફર છે.
સારી લાગણીઓ તો સફર પણ સારો,ખરાબ લાગણીઓ સફરની મજા ખરાબ કરી દેશે.

#રોમાંચક

Read More

Talented, મહેનતું ,સ્વભાવે સારા ,દિલથી સાફ વ્યક્તિ પર લોકો ને વગર કારણે ઈર્ષા આવે છે.
તે વ્યક્તિ ને appreciate કરવા કરતાં તેને ignore કરવાનું કે પાછળ પાડવાનું વધુ પસંદ કરાય છે. તેની કોઈ નબળી નસ પકડી દબાવાય કે પછી ઉતારી પાડાય છે.
જલન નામ આપી શકીએ એવી આ લાગણી ના લીધે કોઈ ની આગળ વધી શકવાની સંભાવના & ક્યારેક જીવન પર પણ પૂર્ણવિરામ મુકાઈ જાય છે.
આવા સારા લોકો ને જલ્દી પાછા મેળવી ને કુદરત પણ ઈર્ષાળુ માણસો ની આભારી રહે છે.
Dedicated to Sushantsingh Rajput🙏🏻
#આભારી

Read More

ગંભીર થી ગંભીર સમસ્યા માં પણ હાસ્ય શોધી લેવું સારી બાબત છે,પણ તેને હાસ્યમાં કાઢી નાખી તેમાંથી બોધપાઠ જ ન શીખવો એ મૂર્ખતા છે.
#મૂર્ખ

Read More

પોતાની લાગણીઓ ને દર વખતે છૂપાવી - દબાવી ને દુનિયા ની રીતભાત મુજબ વર્તન કરતાં માણસ ને સભ્ય કેહવો કે
#મૂર્ખ .
પોતાનું દિલ નારાજ કરી દુનિયા ને ખુશ રાખવામાં જીવન વીતી ગયા પછી સમજાય છે કે દુનિયા તો ગમે તેટલું કરવા છત્તા ખુશ થતી નથી, મૂર્ખ આપણે જ કે વ્યર્થ પ્રયત્નો કરતા રહ્યાં.

Read More

તમે જેને જોઈ રહ્યાં છો ઈ પેહલા તો ખૂબ ચંચળ વાતુડી ખુશનુમાં ફરકુડી નદીનો ખડખડ પ્રવાહ હતી.
જવાબદારીઓ નાં કિનારે આવીને આટલી શાંત થઈ ગઈ છે. મોત રૂપી સાગર નાં મિલન સુધી આમ જ શાંત વેહતી રહેશે, ઘર બાળકો પરિવાર રૂપી કિનારા ઓ ને સમૃદ્ધ કરતી રહેશે.

#શાંત

Read More

બંગલા ગાડી હીરા માણેક તો રૂપિયા થી ખરીદી શકાય પણ શાંતિપૂર્ણ જીવન અને તારો સાથ કોઈ કિંમત આપીને ખરીદી શકાયો નહીં.
#શાંતિપૂર્ણ

Read More

પ્રેમની ના તો શરૂઆત હોય ના તો અંત, કાં તો પ્રેમ હોય કા તો ન હોય.માપ તોલ ના એકમો પ્રેમ માટે નથી.
#શરૂઆત

બંને વચ્ચે જંગ છેડાઈ છે.પ્રેમ કહે છે હું શક્તિશાળી,સમય કહે છે હું શક્તિશાળી.પ્રેમ એને ભૂલવા નથી દેતો ,સમય એનો થાવા નથી દેતો.
#શકિતશાળી

Read More

અર્થ સભર વાતો તો દુનિયા માટે કરવી પડે છે. તારી સાથે તો અર્થ વિનાની વાતો કરવામાં જ મારા જીવન નો સાચો અર્થ છે. આવી બેમતલબ વાતોમાં સમય નું ભાન રેહતું નથી, આપણી વાતો ખુટતી નથી,પણ એ સમય જ સૌથી કિંમતી છે.
#જોવા માટે ક્લિક કરો

Read More

આ આટલી મોટી દુનિયા માં તારું અને મારું મળવું એ કુદરત નો ન્યાય,
તારું અને મારું ના મળી શકવું એ સમાજ નો ન્યાય.

Read More