The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ જગતને ચાહવાનું મન થયું લ્યો મને માણસ થવાનું મન થયું એક કૂંપળ ફૂટતી જોયા પછી ભીંત તોડી નાંખવાનું મન થયું. - ગૌરાંગ ઠાકર
જો વ્હાલા કરુ તો વેર મળે અમૃત આપું તો ઝેર મળે માણસ બનવઉની કોશિસમાં મૂંઝાઇ ગયેલો માણસ છું સુખ આપો એનો હર્ષ નથી દુઃખ આપો એનો શોક નથી દુનિયાના સર્વ અનુભવોથી ટેવાઇ ગયેલો માણસ છું – બેફામ
ના નમવાનો શોખ છે , ના કોઈને નમાવવાનો શોખ છે , મિત્ર છું , મિત્રો સાથે મિત્રતા નિભાવવા નો શોખ છે . જિદ્દી છું , પણ જાહિલ નથી હું , જગત આખું જાણે છે , ના માનવા નો શોખ છે , ના કોઈ ને મનાવવા નો શોખ છે . અભિમાની સામે તો એટલે જ મસ્તક રાખ્યું છે ઊંચું ! ના ઝૂકવા નો શોખ છે , ના કોઈને ઝૂકાવવા નો શોખ છે , વિનોદ સોલંકી ” મિત્ર ” .
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ. છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો, કાળજીથી ખોલીને સળ વાંચીએ. પત્ર સૌ પીળા પડયા તો શું થયું? તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ. કેમ તું રહી રહીને અટકી જાય છે? મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ. પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા, આંખથી લુછી લઈ જળ, વાંચીએ. માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા, કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ. – ભગવતીકુમાર શર્મા
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો -શેખાદમ આબુવાલા
પાંપણે ઊભો રહી જોયા કરું, સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું. લઈ હવાનો હાથ બેઠો શહેરમાં, મ્હેકની રેખા હજી શોધ્યા કરું. ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો, હું ગઝલ દ્વારા પછી ધોયા કરું. – હેમાંગ જોશી
ચાંદનીની રાહ એ જોતું નથી આંગણું એકાંતને રોતું નથી રાત પાસે આગિયા પણ હોય છે એકલું અંધારું કાંઈ હોતું નથી – કૈલાસ પંડિત
કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે – સૈફ પાલનપુરી
લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે - દર્શક આચાર્ય
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું મારામાં આથમી અને ઊગી શકે બધું હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું. – મધુમતી મહેતા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser