Quotes by વિજયસિંહ પરમાર in Bitesapp read free

વિજયસિંહ પરમાર

વિજયસિંહ પરમાર

@parmarvijaysinh7gmailcom6196


તું મને મારા સ્પર્શ થી ઓળખી શકે છે,
ને હું તને તારાં પગરવથી.
દેખી ના શકે દુર થી છતાં પણ,
તું મને જાણી લે છે અનુમાનથી.
હજારોની મહેફીલ મા હસવા નો અવાજ તારો,
સાંભળતાની સાથે જ મનથી કહી શકું કે એ તુજ છે.

Read More

કચેરીમાં બેસી કાગળીયા કરી કશું નહીં વળે,
ખુણે-ખુણે ફરીને દેશની જનતા નું દુઃખ જોવું પડે.
સ્વચ્છ ભારત ખાલી અભિયાન આદરીને કશું નહીં વળે,
સ્વચ્છતા લાવવી જ હોય તો સ્વચ્છતાકર્મી નું વેતન વધારવું પડે.
વિદેશી વસ્તુઓ પર પાબંધી લાવવાથી કશું નહીં વળે,
સ્વદેશી બનાવટ નો વિદેશમાં વેપાર કરી બરોબરી કરવી પડે.
બુલેટ ટ્રેન ના બણગાં ફૂકવાથી કશું નહીં વળે,
લોકલ ટ્રેન ના મુસાફરો ને યોગ્ય સગવડ પણ આપવી પડે.
એરપોર્ટ બનાવવાની ખાલી વાતો જ કરવાથી કશું નહીં વળે,
ગામડે-ગામડે સરકારી બસની (સમયસર)સુવિધા પણ આપવી પડે.
ખાનગી શાળા -કૉલેજો ઊભી કરી દેવાથી કશું નહીં વળે,
યુવા શિક્ષીતોને રોજગારી પણ આપવી પડે.


પરમાર વિજયસિંહ...

Read More

સળગી રહ્યુંતુ શબ હજી તો, ત્યાં ચર્ચાઓ થવા લાગી,
ભાભી ને ભાગ હવેલી આવશે, ને નાનાં ને આપશું ફેક્ટરીની ચાવી,
નાદાન બાળક થી બોલી દેવાયું, મારે પપ્પા કોને કહેવાનું???
વિજયસિંહ પરમાર

Read More