The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#MoralStories અસત્યમેવ જયતે અનિકેત બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, રમણલાલ જેમના ઘરે અનિકેત પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો, લોકમુખે ઘણી વખત અનિકેતે સાંભળેલું કે રમણલાલ સાવ ઓછા બોલા છે જ્યારે પણ બોલે છે ત્યારે એમનો એક એક શબ્દ ધારદાર હોય છે સીધો હ્રદયમાં ઉતરી જાય છે, આજે કોલેજમાં રજા હતી અનિકેત ને થયું કે લાવ આજે ચકાસી જોઈએ કે રમણલાલ કેટલું ઓછું ને કેટલું ધારદાર બોલે છે, રમણલાલ જ્યાં છાપું વાંચતા હતા ત્યાં આવી ને ઉભો રહ્યો, થોડા ખચકાતા અવાજે અનિકેત બોલ્યો “નમસ્તે અંકલ” રમણલાલે છાપામાંથી નજર ઉંચી કરી અનિકેત સામે જોયું, પછી ત્યાં ગોઠવેલ ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો ને પાછા છાપામાં પરોવાઈ ગયા એક સવાલ પૂછું અંકલ “તમને શું લાગે છે ? આ વખતે ઇલેકશનમાં કોણ જીતશે ?” એકી શ્વાસે અનિકેત બોલી ગયો રમણલાલે છાપામાંથી નજર ઉંચી કરીને અનિકેત સામે જોયું, પછી છાપાને વાળીને બાજુની ટીપોઈ પર મૂકી, જમણા હાથેથી ચશ્માં કાઢ્યા પછી સાવ ફિક્કું હસ્યા ને બોલ્યા “બેટા એમાં કોઈ બે મત નથી કી આ વખતે પણ જીત તો રાજનીતિની જ થવાની છે, વોટ આપવા છતાંય હર હંમેશની જેમ જનતાની તો હાર જ થવાની છે.” કઈ સમજમાં ના આવ્યું અંકલ જો બેટા, વર્ષોથી ચાલી આવતી એક પરંપરા એટલે વ્યવસ્થીત પણે ગોઠવાયેલી એક અવ્યવસ્થા, જે પોતે સત્ય હોવાનો દાવો કરે છે પણ એની અંદર બધું જ માત્ર અને માત્ર અસત્ય જ ચાલે છે, સત્યથી રચાયેલ એક એવી વ્યવસ્થા જેમાં સત્યને કોઈ સ્થાન નથી કઈ વ્યવસ્થા? અચરજ ભાવે અનિકેતે પૂછ્યું રમણલાલે અનિકેત સામે જોયું, ચશ્માં પહેર્યા, ટીપોઈ પરથી છાપું લીધું, ફિક્કું હસ્યા, ને બોલ્યા “રાજનીતિ-અસત્યમેવ જયતે” ને પછી છાપું વાંચવામાં પરોવાઈ ગયા
#MoralStories ધનીક ભિખારી શહેરથી દુર આવેલુ પ્રખ્યાત મહેદેવનું મંદિર. તહેવાર ના હોય એવા દિવસે ભીડ બહુ ઓછી રહેતી પણ આજે શિવરાત્રીનો તહેવાર હોવાથી ભીડ વધારે હતી, મંદિર મહાદેવના ભકતોથી ઉભરાઈ રહ્યું હતું, માનવ મહેરામણની તો ભીડ હતી જ સાથે સાથે મંદીરની બહાર એમના ચંપલ-જૂતાની પણ ભીડ જામી હતી, ત્યાંથી થોડેક જ દુર ભિખારીઓની પણ ભીડ જામી હતી, મંદિરની અંદર અને બહાર જતા દરેક વ્યક્તિ પાસે ભીખની આજીજીથી એમની સામે જોતા, કોઈ આપી જતું તો કોઈ આપ્યા વગર, તો કોઈ સામે જોવાની તસ્દી પણ નહોતું લેતું. મંદિરની બહાર આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યાજ મંદિર ના પ્રાંગણમાં એક સફેદ રંગની બીએમડબલ્યુ કાર આવીને ઉભી રહી, એ કારમાંથી એક જાજરમાન વ્યક્તિ બહાર નીકળી, એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ શહેરના સુપ્રસિદ્ધ ધનવાન કિશનલાલ હતા, એમને જોતા જ ભિખારીઓનું એક ટોળું એમને ઘેરી વળ્યું, “ સાહેબ કંઇક આપો ભોલેનાથ તમને અને તમારા પરિવારને સુખી રાખે, એ સાહેબ આપોને, સાહેબ એ સાહેબ ” કિશનલાલ ગુસ્સાભરી આખે એમને જોવા લાગ્યા અને ગુસ્સામાં બોલ્યા “ આટલી યુવાન અને તંદુરસ્ત અવસ્થામાં ભીખ માગો છો શરમ નથી આવતી, ભગવાને હાથ પગ સલામત રાખ્યા છે તો કામ ધંધો કરોને, મહેનત કરો, આમ શું ભીખ માગીને મફતનું ખાવાની ટેવ પડી છે, પૈસા વાળો વ્યક્તિ જોયો નથી કે ભીખ માગવા નીકળી પડો છો, ચલો બાજુમાં હટો ” એ ભિખારીઓના ટોળા સામે એક તિરસ્કાર ભરી નજર કરીને કિશનલાલ મંદિરમાં જતા રહ્યા. શિવલિંગ પર દુધાભીષેક કરી બીલીપત્ર ચડાવ્યા પછી બે હાથ જોડી કિશનલાલ મનોમન બોલ્યા, “હે ભોલેનાથ, હે મહાદેવ, આવતી શિવરાત્રીએ હું ચાલતો તારા દર્શને આવીશ, બસ મારું ૨૦૦ કરોડનું ટેન્ડર પાસ કરાવી દેજે”
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser