Quotes by Krutarth Vatsaraj in Bitesapp read free

Krutarth Vatsaraj

Krutarth Vatsaraj

@krutarthvatsaraj2129


પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે,
ધરીને રૂપ મંઝિલના ઉતારા પણ દગો દેશે.

મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહિ આવું,
અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે.

હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજધારે,
ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે.

ઠરી જાશે હમણાં જ એમ માનીને મેં ન ઠાર્યા,
ખબર નો'તી આ નજીવા તિખારા પણ દગો દેશે.

હું જાણુ છું છતાં નિશદિન લૂંટાવા જાઉં છું "નાઝીર" ,
શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.

Read More

દહીંની કિંમત..

જયારે એક ભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો.

તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા
પરંતુ
તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે
અને
તે દિકરો મારી પત્નિની મને ભેટ છે.

તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ મારી જીંદગી કપાઇ જશે.

પુત્ર મોટો થયો તેના લગ્ન્ન પણ સારી રીતે કર્યા અને બધો જ કારોબાર પુત્રને હવાલે કરી દીધો અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા.

પુત્રના લગ્ન્ન બાદ એક વર્ષ પછી તેઓ એક સવારનાં પૂત્રના ઓફીસે જવાના સમય પહેલાં જમવા બેઠા.

જમવાની શરૂઆત કર્યા બાદ તેમણે વહુને કહ્યુ કે વહુ બેટા દહીં હોય તો આપોને ?

પુત્રની પત્નિએ દહી નથી એવો જવાબ આપ્યો.

આ જવાબ પુત્ર ધરમાં દાખલ થતા સાંભળી ગયો.

પિતાજીએ જમી લીધુ અને પતિ-પત્નિ જમવા બેસે છે.

જમવામાં અન્ય ચીજો સાથે પ્યાલો ભરીને દહીં પણ પત્નિ પીરસે છે.

પુત્રે કોઇ પ્રતિક્રીયા ના આપી પરંતુ જમીને ઓફીસે જવા રવાના થઈ જાય છે.

થોડા દિવસો પછી પુત્રએ તેમના પિતાજીને કહ્યુ કે “ પાપા આજે તમારે મારી સાથે કોર્ટ આવવાનું છે.

આજે તમારા પુનર્લગ્ન્ છે.

પિતાજીએ કંહ્યુ કે બેટા મારે હવે આ ઉમરે પત્નિની આવશ્યકતા નથી અને હું તને પણ એટલો સ્નેહ આપુ છું કે તારે પણ માઁની આવશ્યકતા નહીં હોય.

પછી બીજા લગ્ન્ન શું કામ ?

પુત્રએ જવાબ આપ્યો-
“ પિતાજી ના તો હું મારે માટે માઁ લાવી રહ્યો છું કે તમારા માટે પત્નિ”

હું તો માત્ર તમારા માટે દહીંનો પ્રબંધ કરી રહ્યો છું.

કાલથી હું મારી પત્નિ સાથે ભાડાનાં મકાનમાં રહીશ અને તમારી ઓફીસમાં એક કર્મચારી તરીકેનો પગાર લઈશ જેથી કરીને તમારા દિકરાની વહૂને દહીંની કિમત સમજાય.

બોધ.

માઁ, બાપ સંતાનો માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે.

તો સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ??
?

Read More

પ્હેલે અક્ષર

પ્હેલે અક્ષર ઝાકળ ઘૂંટે બીજે અક્ષર ફુલ,
આ કેવી અદ્ભુત ચાલે છે બાળતરૂની સ્કૂલ.

બાળકની આંખોમાં જોયો ઘૂઘવતો સંવાદ,
ઍક્વેરિયમની માછલીઓને દરિયો આવ્યો યાદ.

એક આગિયો અંધારાને રોજ કરે હેરાન,
અર્ધી રાતે વટથી નીકળે લઈ સૂરજની શાન.

હવાય થંભી, થંભ્યા વાદળ થંભ્યા સહુનાં ચિત્ત,
મેઘલ મંડપ જળના મંચે ડ્રાઉં ડ્રાઉંનું ગીત.

હે વિહંગ શું લખું બીજું જે વૃક્ષપણાને છાજે?
પીંજરને પણ કૂંપળ ફૂટે એવાં ગીતો ગાજે.

કૃષ્ણ દવે

Read More