આજે અમુક લોકો ભ્રમ અને અવાસ્તવિક દુનિયામાં ને અવાસ્તવિક વિચારો માં જીવ્યા રાખે છે... જે વાસ્તવિકતા સામે હોય તેને સ્વીકારીતા નથી.. વાસ્તવિકતા હમેશા કડવી જ હોય છે એટલે લોકો ને ખ્વાબો માં જીવવાની મજા આવે છે... ભુતકાળ અને ભવિષ્યમાં રહેવાથી વર્તમાન જે અત્યાર ની ક્ષણો બરબાદ કરી નાખીયે છીએ.. જીવન ગતિશીલ રહે છે જો સતત અને સતત આગળ વધવું હોય કંઈક મેળવવા અને હાશીલ કરવા કંઈક છોડવુ પડે.. કંઈક પકડવુ પડે.. કંયાક થી બહાર નિકળવું પડે.. જે સમય અને સંજોગો પ્રમાણે વરતવુ પડે.. દરેક માણસમાં ખુદાએ કોઈ ને કોઈ નુર આપ્યું જ હોય છે બસ આપણે જ નક્કી કરી નાખીએ છીએ કે હું આ જ છું... મારૂ અસ્તિત્વ આટલું જ છે....