આંખો મા લાવે અંધાપા ઓહ નયન તારા
વાતોમાં લાવે હકલાસ ઓહ નયન તારા
ચાંદા ને પણ શરમાવે ઓહ નયન તારા
નદીયો ને પણ તરસાવે ઓહ નયન તારા
ગુલાબને કરમાવે ઓહ નયન તારા
શીતળતાને ગરમાવે ઓહ નયન તારા
કામદેવ ને મુંજાવે ઓહ નયન તારા
બાળક ને હરખાવે ઓહ નયન તારા
તપ ઋષિના ભાંગે ઓહ નયન તારા
વાદળ ને વરસાવે ઓહ નયન તારા
વનરાજ ને ગજાૅવે ઓહ નયન તારા
બધા દુખ ને ટાળે ઓહ નયન તારા
હું નથી લખવા માંગતો પણ લખાવે
ઓહ નયન તારા
અરે નયન તારા
વાહ નયન તારા