પ્રેમ કોને કહેવાય એ એને ના પૂછો જેણે પ્રેમ કર્યો છે.. પ્રેમ વિશે એને પૂછો જેણે પ્રેમને અનુભવ્યો છે..પ્રેમ તો કોઈ પણ કરી શકે છે..પણ, એનો અનુભવ ભાગ્ય જ કોઈ કરે છે... પ્રેમ એ રણમાં ખીલેલા ગુલાબ જેવો છે..પ્રેમ એ ઝાકળમાં બનેલાં મોતી જેવો છે.. પ્રેમ એ ઝણ ઝણતાં ગિટારનાં તાર જેવો છે.. કોઇના મન પ્રેમ રમત છે..તો કોઇના મન પ્રેમ એક અનોખી લાગણી છે..
- પરેશ મકવાણા