જે પ્રેમની ભાષા જાણે હદય ના ભાવ ને સમજે છે. જે ફકત સ્વીકારે છે તમે તેને માનો યા માનો પણ વગર કારણે પ્રેમ કરે છે. જે જીવ માત્રની ચિંતા કરે છે. જેને સૌ સમાન છે ચાહે તે દેવ હોય કે દાનવ માનવ હોય કે જીવ પાપી હોય કે પુણ્યશાળી બધાને વહાલ કરે જે પણ શરણે જાય. જયા કોઈ દંભ નથી નથી કોઈ આડંબર ફકત ભાવ લાગણીઓથી અને દયા પ્રેમથી રાજી થાય છે. જેનુ કોઈ નથી છતા તે બધાનો છે. જે અજન્મા છે નિરાકાર છે આત્મામાં છે.બાળકોની ખુશીમાં છે. જે કોઈને દુઃખી નથી જોઈ શકતો. તે વિષ્વમંભર ને રોમેરોમથી નમન.