આ દુનિયા ભાગ્ય થી ચાલે છે જરૂર પણ ભાગ્યની ચાવી કમૅ મહેનત છે. માણસ ધારે તે કરી શકે કિડી થી લઈ હાથી સુધી બધાને કાબૂમાં લઈ શકે.પણ કાઈક મેળવવા કાઈક ગુમાવવું પડે.અંદર આગ હોવી જોઈએ. પોતાના ક્ષેત્રમાં મહાન થવા એક ધુની બની જવુ પડે બધું ભુલી મંડી પડવુ પડશે. બાકી જીવન એટલે વ્યક્તિની એવી પરિસ્થિતિ સામેનો સંઘર્ષ જે તેને દબાવી દેવા માંગે છે. કોઈ તમારી મદદ નહી કરે તમારે જ તમારી મદદ કરવી પડશે.ઈશ્વર ખાલી રસ્તો બતાવે ચાલવું તો પડશે "વા ફરે વાદળ ફરે ફરે પાણીના વહેળ પણ શુરવીર બોલે કે નિર્ણય કરે પછી ફરે નહી