જયાં ઝાંઝર નો રણકાર થતો હોય... જયા ખુશીઓની ચિચિયારીઓ સંભળાતી હોય.... જયાં ઉમંગ અને ઉત્સાહ ના તંરગો સતત વહેતા હોય... જયાં ધરમાં રધી અને પવિત્રતા હોય... તયા ક્ષાક્ષાત માતા લક્ષ્મીજી પધાર્યા હોય છે. દિકરી એ એક બાપ માટે કયારેય બોજ નથી હોતી તે તેના માટે ઈશ્વરીય ભેટ જે તેનુ કાળજું હોય છે. એક સ્ત્રી પોતાના જીવનમાં કેટલા સંબંધ નિભાવા ના હોય છે. દિકરી બની... ધર્મપત્ની બની... માતા બની... જગતમાં સૌથી અઘરો કિરદાર એક સ્ત્રીનો હોય છે. એ એને જ ખબર હોય છે તે કેમ આ બધું પોતે પ્રવિત્ર સંબંધોનુ જતન કરી નિભાવે છે.