ગુલાબનાં છોડમાં ઘણાં બધાં કાંટા હોય છે પણ આપણે ક્યારેય એને કાંટાનો છોડ કહયોજ નથી. આપણે ગુલાબના ફૂલને તોડવાનો પ્રયત્ન કરીએ તો કાંટા ચોક્કસ આપણને લાગશેજ પરંતુ માળી બહુજ સહજ રીતે આ કામ કરતા હોય છે. જિંદગીમાં સારું-ખરાબ, ગમતું-અણગમતું, સુખ-દુઃખ, એ ગુલાબનાં છોડ છે એમ સમજીને જીવીએ તો માળીની જેમ બહુ સહજતાથી ગુલાબના ફૂલને ચૂંટી શકાશે, જરૂર છે અનુભવથી સમજણ લઈ પ્રેકટીસમાં મુકવાની. સમજણ ગોઠવાશે તો જિંદગીની મઝા લઈ શકાશે. અજમાવી જુઓ.