કેવી ગઝબ હોય છે આ મુસકાન.. આ હાસ્ય.. આ સ્મિત...... કયારેક દિલથી મુસ્કુરાઈ જવાનું મન થાય... કયારેક અંદર થી હસાવે આ નિખાલસ હાસ્ય.... કયારેક કોઈને જોઈને સ્મિત કરવાનું મન થાય..... કયારેક ન ગમતા છતાં ધરાર થી સ્માઈલ રાખવી પડે..... પણ જેનો સ્વભાવ જ નેચરલ છે જેને કોઈ દેખાડો નથી કરવો પડતો. જેની પ્રકુતિ જ પ્રેમ છે જેના અંતર માં સચ્ચાઈ જબકે છે. તેને જોઈને કુદરત પણ ખુશ થાય છે.... તેની મુસ્કુરાહટ માં પણ ઈશ્વર ની પ્રતિતિ થાય છે.