કેવી હોય છે ને કૃષ્ણ તારી અજબ કરિશ્મા ઓ
કોઈક ક્ષણે ખૂબ સુખી કરી દે તો બીજી જ ક્ષણે અત્યંત દુઃખી પણ,કારણ તું ખૂબ અનેરો છે સાથે તું પણ પસેસિવ છે હો કાન્હા એટલે જ તો તારે પણ જોઈએ છે હંમેશા અટેન્શન.પણ કૃષ્ણ મને તો તું ગમી ગયો કારણ તે તો હમેશ મને સ્વીકારી છે ખૂબ સહજતાથી પછી સુખ દુઃખ કે ગુસ્સામાં ત્યારે જ એમ થાય કે મારા એ ક્ષણિક વ્યથા ઓ કે વેદના-સંવેદના ભર્યા ઉત્પાત માં હૃદયના ચાલકને જ વિસરી ગઈ ને છતાંય તે હંમેશા પ્રેમ થી સ્વીકારી છે મને ને મારી ભાવના ને..આભાર કૃષ્ણ તે આ જીંદાદિલ જિંદગી જીવતા શીખવાડી