ખીલેલું પુષ્પ આ જોને, લાગે ના કોઈની નજર,
સૌને એ વહાલું લાગે છે, પ્રેમે ઝૂકે છે આ શિખર.
ધીરેથી કળી ખીલે છે, રૂપ અદ્ભુત ધારતી,
પૂર્ણ ખીલી જતાં પુષ્પ, શોભા સૃષ્ટિની વધારતી.
સુગંધ એની રેલાય, વાયુ લહેરાય હર્ષમાં,
રૂડું આ હાસ્ય વહેંચે, ટૂંકા આયુ-સંઘર્ષમાં.
કાંટાની વચ્ચે રહીને, શીખવે જીવતા મસ્ત,
સુગંધ દઈને સદા, થાય અંતે ભલે અસ્ત.
- Kaushik Dave