શિર્ષક: રોજ
શબ્દો રમે છે રોજ રેતીના પટાગણમાં,
ઉમંગ ઊઠે છે રોજ ઘરના આંગણમાં.
છાસ વારે છમકલા થાય છે રોજ રણ મેદાનમાં,
દાવ પર દાવ ગોઠવાય છે રોજ યુદ્ધના મેદાનમાં.
હોસ અને જોશ ખોવાય છે રોજ પ્રેમના બંધનમાં,
લાગણીઓ તણાય છે રોજ આંસુના સબંધમાં.
કિનારાની કડ ધોવાય છે રોજ ભરતીની ઓટમાં,
સીપ અને સંખલાવો ઘડાય છે રોજ ભીની રેતમાં.
સફેદ રણની ચાદર ઢળાઈ છે રોજ આ ચાંદની રાતમાં,
એક મીઠો સાદ સંભળાય છે રોજ આ મેદાનમાં.
મારી જિંદગીનું સિંચન થાય છે રોજ ફૂલોના બાગમાં,
છતાં જીવન કરમાય છે, રોજ "સ્વયમ'ભુ"આ મેદાનમાં.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"