જ્યારે આપણે કોઈ અન્ય લોકો માટે ખરાબ ભાવના સાથે ચક્રવ્યૂહ રચીએ છીએ ત્યારે કુદરત એના ચક્રો ગતિમાન કરે છે અને તે વ્યક્તિ કે જેણે બીજા માટે ચક્રવ્યૂહ રચ્યો હતો એમાં એ ખુદ જ ફસાઈ જાય છે.
જે દાવપેચ બીજાને ફસાવવા માટે ઘડવામાં આવ્યા હોય છે, તે જ વ્યક્તિના પોતાના જીવનમાં માનસિક અશાંતિ, વિશ્વાસઘાતનો ડર, અને કાયમ માટેનો સંતાપ લઈને આવે છે. આ રીતે, તેણે બીજા માટે બનાવેલો ચક્રવ્યૂહ આખરે તેના પોતાના કર્મોનું બંધન બની જાય છે, જેમાં તે ખુદ જ ફસાઈને અંતે પરાજિત થાય છે.
- Dr. Pruthvi Gohel