અબક થી શરૂ થતી ભાષા,
ABCD માં અટવાઈ જાય.
દરેક વાક્યે વાક્યે અંગ્રેજીની છાંટ દેખાય,
ગુજરાતી બોલવામાં ગડબડ ગોટાળા,
કહીએ તો ઓછું સમજાય.
નાનપણ અંગ્રેજી માધ્યમે વીત્યું,
સરને 'મેમ'નું જ્ઞાન જ સ્વીકારાય.
'કેમ છો'ને બદલે 'How are you?' પુછાય,
માતૃભાષા પ્રત્યે કેમ મન મુંઝાય?
વિદેશની ધરતીની લાલચ જાગે,
ડોલર કમાવવાની મોહજાળ દેખાય.
ગુજરાતી બોલનાર પ્રત્યે,
જાણે અણગમો સહેજે જણાય.
શુદ્ધ શબ્દો દ્વારા વ્યક્ત નથી થતું,
બોલવામાં આપણા ભાવ ગૂંચવાય!
સંસ્કૃતિની સૂરત જાણે બદલાઈ જાય,
નવી પેઢીમાં ગુજરાતી ભાષા બોલતા ખચકાય.
- Kaushik Dave