ચ્હા પીવા માટે ઈચ્છા નહિ, બહાનું જોઈએ.
ચ્હા પીવું તો એક બહાનું છે;
બહાનું, નાની અમથી વાત માં ઉજવણી કરવાનું...
બહાનું, રોજીંદા જીવન માં આનંદ મેળવવાનું...
બહાનું, દિવસ ભર ના થાક ને ભૂલવાનું...
ચ્હા પીવું તો એક બહાનું છે;
બહાનું, વર્તમાન ક્ષણ માં જીવવાનું...
બહાનું, પોતાની જાત ને મળવાનું...
બહાનું, solitude માણવાનું...
ચ્હા પીવું તો એક બહાનું છે;
બહાનું, ધીમા પડવાનું...
બહાનું, શ્વાસ લેવાનું...
બહાનું, બસ હોવાનું (just to be)...
ચ્હા પીવું તો એક બહાનું છે;
બહાનું, અંતર ઘટાડવાનું...
બહાનું, અજાણ્યા ને મિત્ર બનાવવાનું...
બહાનું, મિત્રતા ને દરિયા જેટલી ઊંડી કરવાનું...
ચ્હા પીવું તો એક બહાનું છે;
બહાનું, કોઈને મળવાનું...
બહાનું, એમની સાથે કલાકો સુધી વાતો કરવાનું...
બહાનું, એમની સાથે અલગ જ દુનિયા માં પહોચી જવાનું...
ચ્હા પીવું તો એક બહાનું છે;
બહાનું, પ્રેમ કરવાનું
બહાનું, પ્રેમ માં પડવાનું...
બહાનું, દુનિયા ને પ્રેમ ના રંગે રંગવાનું...
ખરેખર...ચ્હા પીવા માટે ઈચ્છા નહિ, બહાનું જોઈએ.