મનથી જવાબદારીને નિભાવો
એક દિવસ તમે જશો અથવા
તમારા છોકરાઓ જશે.
સ્મશાને ભડકો કરી, આગ લગાડી
અને ઘરે પાછા આવતા રહેશે.
પાછા વળીને જોશે પણ નહીં.
વર્ષોના વર્ષો વીતી જશે,
તે તમને યાદ પણ કરશે નહીં.
જીવન જીવવાનો મતલબ એ નથી
કે માત્ર છોકરાઓ કરો અને
તેની પાછળ જીવન પૂરું કરો.
તમને જે જીવન મળ્યું છે,
તેમાં એક લક્ષ્ય રાખો અને
તેને સાર્થક કરો.
સમય આવે તો લગ્ન પણ કરો,
પણ તેની તમામ જવાબદારીઓ
પૂરી રીતે સમજો અને નિભાવો.
અને આ બધાની વચ્ચે,
તમારા મા-બાપને સમય આપો
DHAMAk