ગામની વચ્ચે મંદિર.
 મસ્જિદ બન્ને હતાં.
અરે સ્કૂલ હતી. મદરેસા પણ હતા.
ઘણું હતું ચર્ચ, હોસ્પિટલ,
જિમ,મેદાન ઘણું જ હતું.
ગામની વચોવચ.
હા સ્મશાન અને કબ્રસ્તાન ગામ બહાર દૂર હતું 
 તો પણ પરસ્પર બધા જ લડતાં ઝઘડતાં રહેતાં.
કેમ????
 
હશે પોત પોતાનો અહમ્ , અહંકાર.
તો જ લડાઈ સંભવે.
 
કાશ,
ગામની વચ્ચે સ્મશાન અને કબ્રસ્તાન બન્ને સાથે હોત તો કેટલું સારું!
બસ એક દિવસ થઈ જવાનું.
માટી અને રાખ.
ગામની વચ્ચોવચ હોત તો 'રોજે-રોજ સમજાતું 
ખરેખર કંઈ ના હોત બસ ગામની વચ્ચે રાખ અને માટીનો સમન્વય હોત.
ખરેખર શાંતિ હોત.🦚🦚