યુદ્ધથી શું ખરેખર શાંતિની સ્થાપના થઇ શકે?
પ્રશ્ન નાનો છે પણ મનમાં ઉદભવ્યો છે.
ઈઝરાયેલ અને ગાઝાના આતંકવાદીઓ(હમાસ )હવે આતંકવાદીઓ જ નહીં ત્યાંની નિર્દોષ પ્રજા સાથેનું યુદ્ધ.
બીજું રહ્યું રશિયા અને યુક્રેન નું યુદ્ધ જે વર્ચસ્વ અને આત્મસન્માન નાં નામે લડાઈ રહ્યું છે.
આ બન્ને યુદ્ધ બસ આ નાના પ્રશ્નનું ઉદગમસ્થાન રહ્યું!
શું ખરેખર યુદ્ધ થી શાંતિ સ્થાપિત થઇ શકે??
જો ખરેખર યુદ્ધ થી શાંતિ સ્થાપિત થતી હોય તો ભવિષ્યમાં ઘણા યુદ્ધો લડાયા છે.
વર્તમાનમાં ક્યાં શાંતિ છે?
એક સદીમાં બબ્બે વિશ્વ યુધ્ધ!
શાંતિના નામે નહીં પરંતુ પ્રભુત્વ અને અહમ્ ને પોષવા લડાયા.
કોઈ શું પામ્યું?
તે એક અલગ વાત રહી પરંતુ દુઃખ,વેદના અને ના ભુલી શકાય તેવા દુઃખદ સ્મરણો દરેક પામ્યા છે.
યુધ્ધ એ જીવનની ઉત્પત્તિ સાથે જ શરૂ થયું હશે?
કોઈ યુદ્ધ ખુદને ટકાવી રાખવા કોઈ યુદ્ધ સ્ત્રી માટે, જમીન માટે , કોઈ અપમાન નો બદલો લેવા માટે.ભૌતિક સંપત્તિની લાલચ કે સમગ્રપણે પ્રભુત્વ મેળવી લેવાની ગાંડી ઘેલછા માટે.
યુદ્ધ તો થયા જ છે.
હજુપણ થાય છે જ.
યુદ્ધથી કોઈ પામે છે અને કોઈ ગુમાવે છે.
કંઈક પામી લેવાની વિચારણા જ યુદ્ધ નું કારણ બંને છે.
જો યુદ્ધ માણસો વચ્ચે લડાઇ રહ્યું તો બન્ને પક્ષ પામવા કરતા ગુમાવે છે વધુ.
માનવતા પ્રથમ નાશ પામશે.
કલિંગનાં યુદ્ધમાં થયેલા રક્તપાતે સમ્રાટ અશોક ને સમજાવ્યું.
યુદ્ધથી પ્રાપ્ત ધનસંપત્તિ સાચું સુખ નથી.
રક્તપાત જીવનનો સાચો ધબકાર નથી.
લોકોની શાંતિ હણીને થોડી શાંતિ પ્રાપ્ત કરી શકાય.
બસ પછી સમ્રાટ "બુદ્ધ શરણં ગચ્છામિ".
શાંતિ મળે એ જ તો જીવનની સાચી સંપત્તિ રહી.
યુદ્ધ થી કદી ના મળે.
ધર્મની સ્થાપના કરવા કૃષ્ણએ મહાભારતનું યુદ્ધ કરાવ્યું.
શું ખરેખર ધર્મની સ્થાપના થઇ?
તર્ક થી વિચારવા જેવી વાત રહી.
જે શ્રી કૃષ્ણે 'ધર્મ સ્થાપના' માટે યુદ્ધ કરાવ્યું તેમના જ જ્ઞાતિબંધુઓ પરસ્પર ધર્મ વિરોધી કર્મ કરીને યુદ્ધ કરીને જ મર્યા.
યુદ્ધથી કૃષ્ણ પણ શોકમગ્ન થાય છે.
ઈશ્વરનું સ્વરૂપ રહ્યું પરંતુ રહ્યો માનવદેહ.
એમ જ એકાંત વાસમાં ભાલકાતીર્થ ગયાં નહીં હોય.
ત્યાં પણ યુદ્ધનું જ અસ્ત્ર તીરથી વૈકુંઠ ગમન.
આપણે ઈશ્વર લીલામાં યુદ્ધ ને એક ભાગ તરીકે સંતોષ સ્વીકારવો રહ્યો.
યુદ્ધ એ કદી શાંતિ લાવી શકે નહીં.
આજે જે ઈઝરાયેલ રક્ષણ નાં નામે નિદોર્ષ લોકોને મારીને પોતાનું પ્રભુત્વ વિસ્તરણ કરી રહ્યું છે.
તે નૈતિકતા ની દષ્ટિએ ખોટું છે.
એકના પાપે સો નિર્દોષ મરે?
આતંકવાદી મૃત્યુને લાયક છે.
તેમાં જરા પણ ના નથી.
કોઈ ધર્મ ક્યાં આતંક ફેલાવાનું કહે છે. બસ સમજવાની રીત અથવા સમજાવનાર ની દાનત ખોટી હોય છે.
યુદ્ધમાં જે નિર્દોષ વ્યકિતની પત્ની, પુત્ર પુત્રી કે માં બાપ કે કોઇપણ મર્યું હશે.
શું તે બદલો લેવા હથિયાર ઉપાડશે કે નહીં?
તેને ઉપાડવા જોઈએ?
આપણે તેમની જગ્યાએ હોય તો શું કરીએ?
આવા યુધ્ધો આતંકવાદીઓ નો ખાત્મો નહીં પરંતુ બીજા અનેક આતંકીઓ ઉભા કરે છે.
મારી નજરથી,
સત્ય છે પણ પચે તેવું નથી.
જરા કડવું છે.દરેકને ભાવશે નહીં.
જેને ગુમાવ્યું છે, તે તેના સમયે પાછો ઘા કરશે તેનાં મતે બદલો હશે.
બસ આ રીતે ચક્ર ચાલશે.
વેરથી વેર ના શમે.
એમ જ તો કહ્યું નહીં હોય.
મનમાં પણ સારા અને ખરાબ વિચારો નું યુદ્ધ ચાલે જ છે.
જો નિમ્ન વિચારો જીતી ગયા તો વિનિપાત નક્કી રહ્યો માનવતાનો.