મશીન બનેલો માણસ
કેવો બનતો એ લાચાર
યંત્રવત્ એનું જીવન
મશીન વગર ના ચાલતો.
@કૌશિક દવે
દાખલો એક સરળ
મોબાઈલ જેવું યંત્ર
એના વગર જાણે
જીવન લાગે અધૂરપ
ગાડી, બાઈક અને વિમાન
એના વગર ના જીવન
ચાલવામાં આવે આળસ
એટલે કબજિયાત રોગ
મેહનતનું કામ ઓછું
દિમાગ ચલાવે માણસ
જુદા જુદા યંત્રો દ્વારા
દુનિયાને કરવા માંગે વશ
માણસને એથી લાગતું
આ મશીન જ મારો ગુલામ
હકીકત જુદી બનતી
માણસ મશીનનો છે ગુલામ
- કૌશિક દવે
- Kaushik Dave