માનું છું કે આ જગતમાં કસમ ખાવી ખોટી છે,
પણ દેશ માટે વાત આવે તો, તિરંગાની કસમ છે.
આ માટીની સુગંધ, આ હવાનો સ્પર્શ છે,
મારા દેશની ધડકન, જાણે ઈશ્વરનો આશીર્વાદ છે.
@કૌશિક દવે
દેશપ્રેમ ભારોભાર ભારતીયોના દિલમાં છે,
રંગે રંગે વસેલો છે દેશ, એ તો આંખોમાં છે.
વીર જવાનોની કુરબાની, ન ભૂલીએ કદી અમે,
એમના બલિદાનથી આ ધરતી અમર થઇ છે.
તિરંગો લહેરાવીને દેશનું નામ રોશન થયું છે,
એકતા અને શાંતિનો સંદેશ દુનિયાને મળ્યો છે.
જય હિન્દ, જય ભારત! દિલથી આ પુકાર છે,
દેશ માટે જીવવાની અમારી,આ તો એક ઝનૂન છે.
- કૌશિક દવે
- Kaushik Dave