હું છું ને તારી સાથે…
તુ ત્યાં ને હું અહીંયા,
અંતર મીટરથી નહીં, દિલથી માપું છું,
તારા ઘરના તને હેરાન કરે છે,
મારા મને મેણા મારે —,
તે બધું સહન કરાવવા તને સંભાળું છું…
હું છું ને તારી સાથે....
તારી ખુશીમાં હસતાં હસતાં,
મારા આંસુ પણ છુપાઈ જાય છે,
તારા દરેક સપનાને પૂરું કરવાનું,
મારું પોતાનું સપનું બની જાય છે…
હું છું ને તારી સાથે…
તુ થાકીને ચુપ રહી જાય,
તો શબ્દોનું ભાર હું સહું છું,
તારી નિરાશાની રાતોમાં
મારી આશાની દીવો વહું છું…
હું છું ને તારી સાથે…
પવન તોફાની બનતો હોય,
તો તારું હથ ધરાવી રાખું છું,
જીવનના રણમાં તરસ લાગી જાય,
તો મારી આશાથી તને ભીંજવી રાખું છું…
હું છું ને તારી સાથે…
તુ જીતે કે હારે,
મારે માટે તું હંમેશા અદ્વિતીય છે,
કારણ કે મારો પ્રેમ શબ્દોમાં નહીં,
પણ તારા અસ્તિત્વમાં જીવે છે…
હું છું ને તારી સાથે…
#The_Hemaks_Pandya