“રક્ષાબંધન”
શ્રાવણી પૂર્ણિમા રક્ષાબંધનનો તહેવાર છે.
બહેન પોતાના ભાઇના કાંડે રક્ષા બાંધીને એનું સુખ તથા એનો
વિજય વાંચ્છે છે. બહેનના નિર્વ્યાજ સ્નેહનું પ્રતિક એટલે રક્ષા-
રાખડી.એને તાંતણે તાંતણે બહેનનો નિર્માણ સ્નેહ પરોવાયેલો છે.
રક્ષા બાંધનારી બહેન તો બદલો કશો જ નથી માંગતી, પણ ભાઇની
ફરજ બને છે બહેનની રક્ષા કરવાની, એનાં આંસુ લુછવાની એને ભીડ
પડ્યે એને ટેકો કરવાની.
🙏
- Umakant