શશિકાન્ત! મારા લગ્નની કંકોતરી આ વાંચજો
કંકુ નથી, મમ રક્તના છાંટા પડ્યા અવલોકજો
એ લગ્નની ચોરી નથી પણ છે ચિતા તૈયાર રે
મમ લગ્ન કરશે કાષ્ટથી પામીશ દુઃખનો પાર રે
વાજાં નહીં ત્યાં વાગશે રે ! ગીત કો ગાશે નહીં
રોશે કકળશે સ્નેહીઓ આનંદ વર્તાશે નહી
મીંઢળ સ્થળે શ્રીફળ અને બનશે વ્હીવાનુ બારમુ
જ્યુરી મળિ મત આપશે મ્રુત્યુ થયુ છે કારમુ
સ્નેહી સગાં તેડાવવા કંકોતરી તાતે લખી
આનંદમાં સૌ આવશે પણ દેખતાં થાશે દુઃખી
એ લગ્નમાં ના આવશો અંતર દુઃખાશે આપનુ
મેળાપ ના મ્હારો થશે, દર્શન થશે ત્યાં રાખનું
આ ઝેરનુ પ્યાલુ પીતાં અટકાવનારુ કો નહી
જનની જતા આ જગતમાં રે, હાય! મ્હારુ કો નહી
બસ, ઝેરથી આરામ છે એ વીણ પ્યારુ કો નહી
છે સ્વાર્થમય સંસાર જીવડા, જાણ તારુ કો નહી
દિલગીર ના દિલમાં થસો, આશિષ દે બાળા દુઃખી
સદ ગુણી કો કન્યા વરી સંસારમાં થાજો સુખી
જો પ્રેમ મુજ પર હોઇ તો, શશિકાન્ત, તે વીસરી જજો
નિર્ભાગી કન્યા નિર્મળાને કો’ દિવસ સંભારજો !
– શંકરલાલ પંડ્યા (“મણીકાન્ત” કાવ્યનો અંશ)
હૃદયસ્પર્શી કાવ્ય 🙏🏻
- Umakant