કોઈ કહે કે બદનામ જાય છે
કોઈ કહે કે મહેફિલમાં જાય છે
આ તો કવિઓનો મુશાયરો છે
વાહ વાહ અને ખુશહાલી લાવ્યો
કવિને કેમ બદનામ કરે છે?
જોઈને લોકો દૂર ખસે છે
કાવ્ય તો સાહિત્યનું અંગ છે
લેખક કહે વાંચવામાં લોકોને રસ ક્યાં છે?
બધે જ ટીવી ફિલ્મોની વાતો
ફટાફટ સ્ટોરી, ગુમરાહ કરતી વાતો
કોઈ કહે કે આ કવિ જાય છે
હાથમાં થેલો નથી,ને જર્સી પહેરે છે
બદલાયો જમાનો, ઝભ્ભા થેલાનો
તમે પણ બદલાઈ જાવ
કવિ, લેખકને સન્માન આપો
કોઈ કહે કે આ દિલ ફેંક કવિ છે
ફિલ્મી ગીતોની સમજ પણ કોને છે?
- કૌશિક દવે