રોજ તને એક વાંધો મારાથી,
હા મને પણ એક વાંધો તારાથી,
પ્રેમ તને પણ અને લાગણી મને પણ,
ઈગો તારો પણ અને અહમ મારો પણ,
મૌન અકળાવતુ તને પણ અને મને પણ,
મારા તરફનો એક આંટો તારો પણ,
થાકે જાહેર જીવન થકી તું ત્યારે,
પ્રણયની એક નજર મારા તરફ તારી,
છતાં ક્યાંય ભેગા ન થાય શબ્દો તારા અને મારા
લુકાછુપી છોડ આવ એકવાર મેદાન પર...
છે જો પ્રણય વેદના થકી વ્યક્ત કરે શબ્દો થકી
જોજે ટૂંકી છે જિંદગી તારી પણ અને મારી પણ
બસ થોડી રમત છે તારી પણ અને મારી પણ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹