વેદનાં નઝર મળી ને દિલનો તાર છંછેડાયો,
પ્રણયનો એક રંગ આજે આમ રેલાયો.
શબ્દો ક્યાં પહોંચે જ્યાં ભાવ જ ગહેરાયો,
મૌનમાંથી પ્રીતનો સૂર ધીમેથી રેલાયો.
હર શ્વાસમાં તારું નામ જાણે અંકાયુ,
જીવનના હર પંથે તારો સાથ મંડાયો.
આંખોમાં છબી તારી, દિલમાં પ્રેમ છલકાયો,
બસ, તારા જ હોવાથી આ જગ સહેલાયો.
તું જ સવાર મારી, તું જ સાંજનો છાયો,
પ્રણયનો એક રંગ આમ જીવનમાં ઘોળાયો.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹