નથી છોડી શકાતું કઈ,
અને વાતું કરે બહું મોટી,
માનું છું અજાણ છે,
ભૂલ્યો છે એ,
કયાંક તો અટવાયો છે,
જીવની માયા મોટી છે,
જાળમાં ફસાયો છે,
રસ્તો કોઈ દેખાડે,
જાતે મનને સમજાવે,
કપરા દુઃખ સહન કરે,
તો સાકડો મારગ મળે છે,
પ્રયત્ન થકીજ બહાર નીકળે છે.
મનોજ નાવડીયા