“દીનાનાથ દયાળ નટવર! હાથ મારો મૂકશો મા”
દીનાનાથ દયાળ નટવર! 
હાથ મારો મૂકશો મા;
હાથ મારો મૂકશો મા, 
હાથ મારો મૂકશો મા.
આ મહા ભવસાગરે, 
ભગવાન હું ભૂલો પડ્યો છું;
ચૌદ-લોક-નિવાસ
ચપલા-કાન્ત! 
આ તક ચૂકશો મા.
ઓથ ઈશ્વર આપની, 
સાધન વિષે સમજુ નહી હું;
પ્રાણપાલક! પોત જોઈ, 
શંખ આખર ફૂંકશો મા.
માત તાત સગા સહોદર, 
જે કહું તે આપ મારે,
હે કૃપામૃતના સરોવર! 
દાસ સારુ સૂકશો મા.
શરણ કેશવલાલનું છે, 
ચરણ હે હરિ રામ તારું;
અખિલનાયક! આ સમય, 
ખોટે મશે પણ ખૂટશો મા.
- કેશવલાલ
 🙏🏻
 - Umakant