આંખો બંધ કરીને ખુદને મળવું છે...
બધું એના પર છોડીને ખુદને મળવું છે...
શબ્દોના બોજને હળવો કરી
મૌનની ગહેરાઈમાં ખોવાઈ જઈ
નિ:શબ્દ બની અંતરને સાંભળવું છે
બધું એના પર છોડી ખુદ ને મળવું છે
ભૂતકાળની ચિંતાને ધુમાડો બનાવી…
ભવિષ્યનો ભાર ને ખભે થી ઉતારી…
વર્તમાનની દરેક ક્ષણોને હોશ થી શણગારવું છે…
બધું એના પર છોડી ખુદ ને મળવું છે…
દુન્યવી મોહમાયાથી મુક્ત થવું છે,
અંતરમનના અજ્ઞાત ખૂણે પહોંચવું છે.
અરીસામાં ન દેખાયો, એ સાચા સ્વરૂપને ખોળવુ છે.
બધું એના પર છોડી ખુદ ને મળવું છે....
કોઈ અપેક્ષા નહીં, કોઈ બંધન નહીં...
બસ સહેજતાથી શ્વાસ લેવો છે. ..
સમર્પણ થી હું પણા ને છોડવું છે ....
બધું એના પર છોડી ખુદ ને મળવું છે ...
બસ એક ક્ષણ, જ્યાં હું અને મારો આત્મા,
એકબીજામાં ભળી ને થઈએ શાશ્વત શાંતા,
લહેર જેમ સમુદ્રમાં એમ ખુદમાં સમાઈ જવું છે....
બધું એના પર છોડી ખુદ ને મળવું છે....
આંખો બંધ કરીને ખુદને મળવું છે...
બધું એના પર છોડીને ખુદને મળવું છે...